Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આંખ કરું કાં બંધ હવે હું ?

મધુમય મંગલ રૂપ તમારું જોઈ જોઈ નિશદિન નાચું;
આંખ મળ્યે આંખલડીમાં એ સમાધિસુખ સાંપડતું સાચું. ... આંખ કરું.

હૈયે હૈયુ મિલાવો ત્યારે સ્વર્ગમોક્ષ નીરસ થઈ જાયે;
એ અનુરાગ તેમ એકતા, ત્રાટક ને ધ્યાને શું રાચું ! ... આંખ કરું.

વહાલમહીં વૈકુંઠ અમારે, તીરથ તનમાં તેમ તમારે,
વ્યર્થ ભમું તીર્થોમાં શાને, વાણીમાંહે વેદ જ વાંચું. ... આંખ કરું.

પૂર્વજન્મની પ્રીત પ્રમાણે પ્રાણ મળ્યા બંનેના ત્યારે,
સિદ્ધિને બીજી શું કરવી, જનમોજનમ તમોને જાચું. .. આંખ કરું.

માતપિતા માને છે કોઈ સ્વામી તેમ સખાયે સોઈ;
પ્રિયતમા બની મળ્યાં મને તો, સાધન બીજું લાગે કાચું. ... આંખ કરું.

નિશદિન નેહ તમારો પામું, બધે નિહાળી તમને નાચું;
પવિત્ર પ્રેમપરબને પામી ઝાકળજળમાં કેમ હું રાચું ! ... આંખ કરું.

(૧૫-૧૧-૧૯૫૭, શુક્રવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit