Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કોણ તમારા જેવું !
પતિતપાવન ને મનભાવન કોણ મંગલ એવું ! ... કોણ.

સર્વસમર્થ સ્વતંત્ર તમે તો, અંતર કોમળ કેવું;
પ્રેમપરાગે પ્રાણ પ્રફુલ્લિત, મનડુ મધુરતા જેવું ! ... કોણ.

આંખમહીં વૈકુંઠ વસે છે, તીરથ તનમાં સેવું;
સ્વર્ગ તમારા સહવાસમહીં, રુચે હૃદયમાં રે’વું ... કોણ.

શરણાગત પ્રતિપાલક તારક કોઈયે ના એવું;
‘પાગલ’ પ્રેમ કરીને તમને દિલડુ કેમ ન દેવું ! ... કોણ.

(૨૮-૧૧-૧૯૫૭, ગુરૂવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit