Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારી દિવ્ય કૃપા જો થાય.

તો જ બને અંતર આનંદિત, કૃતાર્થતા ના માય;
ચિંતાવેદનનો ભાર ટળે, દુઃખ બધાયે જાય ... તમારી.

રોદન હરખમહીં પલટાયે, વસંત રણમાં થાય;
ઉજ્જડ ધરતી પર સરિતા હો, ટળે તાપ ને લ્હાય. ... તમારી.

મનનો મહેરામણ મસ્તપણે ગીત અનેરાં ગાય;
વરસો સતત કૃપા એ આજે; ઉત્સવ મારે થાય. ... તમારી.

(૨૪-૪-૧૯૫૮, ગુરૂવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit