Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારો એક છે આધાર.
તમારે જોરે જ જીવું, તમે જીવનસાર. ... તમારો.

તમારે સ્પર્શે જ મારા મધુર રણકે તાર;
શાંતિ પામું તેમ ઉરનો કરું હળવો ભાર. ... તમારો.

સ્વર્ગ માણું મધુર મિલને ને પદારથ ચાર;
આતમાની એકતામાં પદ પમાય રસાળ. ... તમારો.

તમારો સાથી થઈને કરું પર્વત પાર;
ડરું ના દુઃખોથકી ને ગણું કદીયે હાર. ... તમારો.

પ્રેમમાં ‘પાગલ’ થઈને ગાઉં છું હર કાળ;
છોડશો સ્વપ્નેય ન મને કદી પ્રાણાધાર ! ... તમારો.

(૫-૭-૧૯૫૮, શનિવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit