Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જીવન ધારું તેવું થાય,
તો જ રહે આનંદ સદાયે, કૃતાર્થતા ના માય. ... જીવન.

સેવ્યાં સ્વપ્ન સફળ થાયે સૌ, મટે લગન ને લ્હાય;
નિરાશા શમે, નિષ્ફળતાયે કાયમકાજે જાય. ... જીવન.

આશીર્વાદ એજ આજે દો અંતર જેને ચ્હાય;
પ્રાપ્ત થાય તે સરળતાથકી, ઉત્સવ મારે થાય. ... જીવન.

(૧૦-૭-૧૯૫૮, ગુરૂવાર)

– © શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit