Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સ્મિત ના કરમાયે કદિકાળ.
અમર રે' હરસ્થળ ને હરકાળ...સ્મિત

કષ્ટ કારમું પડે છતાંયે માને ના કદિ હાર
સુમન સમાન સુવાસ ધરે છો આવે પર્વતમાળ...સ્મિત

પ્રલોભનોમાં ના અટવાયે, ખાય કદી ના માર
આપત્તિમાં પણ ના તૂટે, અંતર કરે રસાળ....સ્મિત

સ્તુતિનિંદા ને શુભાશુભ સહે, કરે દ્વંદ્વને પાર
પ્રકાશ આપે, ધરે પ્રેરણા, મિષ્ટ કરે સંસાર....સ્મિત

સંપત્તિ જીવની માટી, બન એનો રખવાળ
સાધક, સ્મિત શોભાથી કૈંના જીવનપથ અજવાળ....સ્મિત

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit