Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સાધક, કરજે મનનો રંગ.

બહારના રંગે ના રમજે
કરજે અંતર રંગ ... સાધક કરજે

કૂડકપટનો ત્યાગ કરીને
તજજે કામ કુસંગ;
હંસ સમાન બનીને નિશદિન
કરજે સજ્જનસંગ ... સાધક કરજે

જેની આગળ અલ્પ જણાયે
છેક અનંત અનંગ,
તેની જ કરી લેજે કેવલ
આરાધના અભંગ ... સાધક કરજે

ભગીરથ બની ઉતારજે હું
ઉરમાં રસની સંગ;
ધીરજ ને ઉત્સાહ મરે ના,
તપનો થાય ન ભંગ ... સાધક કરજે

'પાગલ' જેમ જ રમજે કેવલ
પ્રભુને દિવ્ય ઉછંગ;
અશાંત શાંત કરી દેજે સૌ
ચરણે વૃતિવિહંગ ... સાધક કરજે

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit