Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

રૂપ તમારું આ રઢિયાળું
કામણગારું, કમનીય વળી
        નેહથકી નીતરતું ન્યારું ... રૂપ તમારું
 
આંખ અમીમય, ચંદ્રથકીયે
વદન વધારે મધુમય ચારુ;
સ્વર્ગ સમાયું એમાં જાણે,
        પરમધામ પણ ત્યાં છે હાર્યું ... રૂપ તમારું
 
અંગેઅંગે ઉડે ફુવારા,
ફોરમવંતા રસને ભાળું;
એ અવલોકી અંતર ઉછળે,
નાચી ઉઠે મનડું મારું ... રૂપ તમારું
 
ક્યા પુણ્યથી પાન મળ્યું આ
રૂપતણું ના જાણું, વારુ;
સંસાર સમાયો છે એમાં
        શું અચરજ જો હૈયું હારું ... રૂપ તમારું

  - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit