તમારું સ્મરણ મટે ન કદી.
ઉઠે છે યાદ ઘડી ઘડી ... તમારું
જન્મમુરખને વિદ્યાદેવી જગમાં ગઈ જડી,
દરિદ્રના હાથમહીં લક્ષ્મી આપોઆપ પડી ... તમારું
શે વિસરાયે પ્રથમ મિલન એ, આંખે આંખ લડી;
અંગ મળ્યાં અંગે ને વરસી સુખની દિવ્ય ઝડી ... તમારું
દિવસે રાતે આવે આંખે એ મધુ આંખલડી,
વદન વ્હાલભર વિલસે સઘળે, સુરતા સ્વર્ગ ચઢી ... તમારું
સહજ સમાધિમહીં વિચરું ને રોજ રહું છું વદી,
‘પાગલ’ કૃપા કરો સ્થળ તેમજ કાળ શકે ન લડી ... તમારું
- શ્રી યોગેશ્વરજી