Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જે હિંમત ના કદી હારે.

જે દુઃખદર્દથી લેશ ડગે ના, તેમ નિરાશા ધારે,
ડરે નહીં પરિતાપ થકી જે તે જ તરે ને તારે ... જે હિંમત

ભવાટવીનો ભય ભાળીને આંસુ ન એકે સારે,
જીતે તે માને મધુ ના જે કાયમ સાગરક્ષારે ... જે હિંમત

જે પતનથકી પણ ના ગભરાયે, આગે જ બઢે પ્યારે;
પ્રલોભનોમાં અટવાયે ના, તે ન મરે કો' કાળે ... જે હિંમત

સૌભાગ્ય વરે તેને સાચે સ્મિત સાથે સત્કારે;
આરાધના અખંડ ઉઠે છે જેને અંતરતારે ... જે હિંમત

પરિશ્રમીને દુર્લભ ના કૈં, પદાર્થ પામી ચારે;
'પાગલ' પુરૂષાર્થીને પેખી વિકટ વિજય પણ વારે ... જે હિંમત

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit