Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અવતાર લો મથુરામાં,
અખિલેશ, અવતાર લો મથુરામાં.

કારાવાસે રડે વસુદેવ દેવકી
ઉગ્રસેન બંધાયા કંસ તણા દ્વેષથી,
ઢાળો કૃપાતણી ધારા ... અખિલેશ

મનની મથુરામાં પ્રકટી લો પ્રેમથી
રાસ રમો બુદ્ધિની રાધા શું સ્નેહથી,
કુંજ ને નિકુંજમાં રમો રઢિયાળા ... અખિલેશ

વૃંદાવન જીવનનું ધન્ય કરો પ્રેમે,
આતમની દ્વારકા ને રંગી દો રે'મે,
સ્થાપી દો ધર્મને ન્યારા ... અખિલેશ

ઝાંખી હો પાવન તો બાકી કૈં ના રહે,
મરી જાય મૃત્યુ ને જીવન સઘળે વહે,
તૂટે સૌ તોતિંગ તાળાં ... અખિલેશ

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit