રાધા કરે કૃષ્ણને યાદ
કામણગારા કૃષ્ણ પણ કરે એથીયે વધુ યાદ,
શ્વાસોશ્વાસે પાડે નિશદિન રાધા રાધા સાદ ... રાધા કરે
ધ્યાન કા’નનું ધરે રાધિકા, કા’ન પણ ધરે ધ્યાન,
કીર્તન કરે કૃષ્ણનું, કીર્તન કરે નિરંતર કા’ન ... રાધા કરે
રસેશ્વરી રસના નિધાનને ઝંખે ભૂલી ભાન,
ઝંખે એને સદા રસેશ્વર પીડા સહતાં પ્રાણ ... રાધા કરે
રીત પ્રીતની પવિત્ર એવી બની રાધિકા શ્યામ,
શ્યામ બન્યાં રાધામય રટતાં રસભીનીનું નામ ... રાધા કરે
- શ્રી યોગેશ્વરજી

