MP3 Audio
*
દુઃખદર્દ દૂર કરો, સૌનુંયે કલ્યાણ કરો;
સંકટ સઘળાં હરો, મુક્તિની મહેફિલ ધરો ... દુઃખદર્દ
રોનારાનાં આંસુ લુવો, શોકિતના શોક હરો;
તપ્તની છાયા બની લો, મુંઝાતાનો માર્ગ કરો ... દુઃખદર્દ
અનાથ ને એકાકીનું જીવન ને સાથ બનો;
અપંગના પ્રાણ થઇ રોમેરોમે શ્વાસ ભરો ... દુઃખદર્દ
આનંદે અવની ભરી શાંતિનો શૃંગાર કરો;
પ્રેમના પ્રકાશે ભરી જડતા આજ્ઞાન હરો ... દુઃખદર્દ
ભેદભાવ દુર થાવ, મૃત્યુ તેમ ઝેર મરો;
અમૃતને રેલાવી દો, સૌનાએ ત્રિતાપ ટળો ... દુઃખદર્દ
તનમાં ને મનમાં તેમ અંગાગમાં પ્રાણ ભરો;
'પાગલ' પ્રેમીને માટે કૃપાનો વરસાદ ધરો ... દુઃખદર્દ
- શ્રી યોગેશ્વરજી