Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આંખ મળી આંખે તમારી
આંખ મળી આંખે.

આશાથી ભર ઉમંગનું ઘર
આંખ મળી આંખે
ઉડવા માંડ્યાં તનમન ત્યાં તો
પ્રાણતણી પાંખે ... આંખ મળી

સુરતા સર્વ ગઈ સંધાઈ,
અમૃતરસ ચાખે;
નવજીવનની વસંત પ્રકટી,
નેહ નવલ આંખે ... આંખ મળી

કૃતાર્થતાના ઉડ્યા ફુવારા,
વદન ઉભય ભાંખે;
ખોવાયેલું મળિયું પેલું
અમુલખ આંખે ... આંખ મળી.

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit