Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મોહિની લાગી, તમારી મોહિની લાગી.

હૃદયના વ્રજમાં પ્રણયની વેણુ આ વાગી,
મૂર્તિ મનડામાં તમારી રમે વરણાગી,
કૈંક દિનની સુતેલી તે ચેતના જાગી ... મોહિની લાગી

લોકની લજ્જા બધીએ ભીતિને ત્યાગી,
મન થયું છે રૂપના રસનું જ અનુરાગી;
તરસ છે તીખી ખરેખર પ્રાણને લાગી ... મોહિની લાગી

ચેન ક્યાંયે ના પડે, ભ્રમણા બધી ભાગી,
કહે ‘પાગલ’ વસ્તુ બીજી ના કશી માગી;
નયન સામે રૂપ દિન ને રાત હો રાગી ! ... મોહિની લાગી

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit