Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આજની એ રઢિયાળી રાત.
વર્ણવી શકું કેમ કરીને રસમય ને રળિયાત ... આજની

મંદિરના પ્રાંગણમાં પ્રકટ્યાં અનુપમ રૂપ ધરી,
પ્રણામ સાથે પ્રતીક્ષા કરી સ્મિતથી હૈયું હરી;
સ્પર્શ માત્રથી ઝંકૃત બનતાં કરવા લાગ્યાં વાત ... આજની

પ્રેમ જુએ ના આકૃતિ વિદ્યા વય કે લૌકિકવર્ણ,
ખરી પડ્યાં પરિપક્વ અનેરાં પ્રાણમહીંથી પર્ણ;
મળ્યા કેટલે વખતે જાણે અભિનવ કરતાં જાત ... આજની

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit