તમે પૂછો હું છું કોનો, થઈ કોનો શકું છું હું ?
વિચારી તો જુઓ ક્ષણ બે, તમારા વિના કોનો છું ?
કિરણ રવિનાં રવિતણાં છે, પરિમલ પુષ્પની સાથે;
સુગંધી, ધરાતણી નિશદિન સલિલ સરિતા તણું લાગે.
સુહાયે જ્યોતિ દીપકની, સુધાકરની વળી જ્યોત્સના;
તજી તમને જઉં ક્યાં હું તમારા વિણ રહે પણ શું ?
પ્રણયના મધુર મંદિરમાં સ્થપાયે મૂર્તિ એકાકી;
રહે મમતા અજર આસક્તિ આંશિક પણ નહીં બાકી.
તમે સર્વે સ્થળે સૌ કાળમાં ક્રીડા કરી મંગલ;
તમારાથી નવીન બન્યું મહારું જિંદગી જંગલ.
કરીએ બે બની લીલા છત્તાંયે મૂળ તો એક જ;
તમે મારાં અને હું, હું તમારો, તમે કેવળ છું.
- શ્રી યોગેશ્વરજી