Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અમારી યાદ રાખજો પ્રીત !

નીરસ લાગે ભલે તમોને, હોયે ભલે લગીર;
મૂલ્ય અમારે મન તો મોટું, અંગનું એકલ ચીર ... અમારી

રંક અમારે મુક્તામણી, અમૃત તૃષાભર્યા અમને
સ્વર્ગ અમારે પારિજાત એ, અંધનું લોચન છે !
એના થકી ટકે જીવન આ, એ જ અમારે મીત;
એના થકી તમોને જાણી પામી કરતાં પ્રીત ... અમારી

આજ તમારે શીતસુવાસિત ચરણે ઢાળી શીશ,
આંખ ભરીને જોતાં કહિયે હૃદયે વસજો નિત !
નેહભરેલ નયન સામેથી ખસજો નહિ કવચિત,
યાદ કરીને પુલકિત બનજો, કદિ કદિ વ્હેજો નીર ... અમારી

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit