if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
પ્રથમ પ્રશ્ન

ॐ सुकेशा च भारद्वाजः शैब्यश्च सत्यकामः सौर्यायणी
च गार्ग्यः कौसल्यश्चाश्वलायनो भार्गवो वैदर्भिः कबन्धी
कात्यायनस्ते हैते ब्रह्मपरा ब्रह्मनिष्ठाः परं
ब्रह्मान्वेषमाणा एष ह वै तत्सर्वं वक्ष्यतीति ते ह
समित्पाणयो भगवन्तं पिप्पलादमुपसन्नाः ॥१॥

om Sukesa cha Bharadvajah Saibyascha Satyakamah Sauryayani
cha Gargyah Kausalya sch Asvalayano Bhargavo Vaidarbhih Kabandhi
Katyayanaste haite brahmapara brahmanisthah param
brahmanvesamana esa ha vai tatsarvam vaksyatiti te ha
samitpanayo bhagavantam Pippaladam upasannah ॥1॥

ૐ નામ છે પ્રભુનું તેને યાદ કરીને વાત કહું
ભરદ્વાજનો પુત્ર ‘સુકેશા’, ‘સત્યકામ’ શિબિરાજાનો,
‘સૌર્યાયણી’ ગર્ગકુલનો ને વિદર્ભવાસી ‘ભાર્ગવ’ તે,
કોશલદેશ મહીં રેનારો ‘આશ્વલાયન’ ‘કબંધી’ ને
કત્યઋષિતણો પ્રપૌત્ર, સર્વે વેદપરાયણ ઋષિઓ તે;
ઈશ્વરપ્રેમી તે સૌ કરતા શોધ બ્રહ્મની હંમેશા;
એકસાથ તે છ ઋષિ આવ્યા પિપ્પલાદ ઋષિ આશ્રમમાં,
માનેલું કે પિપ્પલાદ ઋષિ બ્રહ્મ વિશે અમને કહેશે,
સમિધા તેથી લઈ હાથમાં આવ્યા મહર્ષિ પાસે તે. ॥૧॥
*
तन् ह स ऋषिरुवच भूय एव तपसा ब्रह्मचर्येण
श्रद्धया संवत्सरं संवत्स्यथ यथाकामं प्रश्नान् पृच्छत
यदि विज्ञास्यामः सर्वं ह वो वक्ष्याम इति ॥२॥

tan ha sa rsiruvacha bhuya eva tapasa brahmacharyena
sraddhaya samvatsaram samvatsyatha
yathakamam prasnan prcchata yadi
vijnasyamah sarvam ha vo vaksyama iti ॥2॥

પિપ્પલાદ ઋષિએ તે સૌને કહ્યું, સાંભળો હે ઋષિઓ !
શ્રધ્ધા તપ વ્રત સાથે આંહી એક વર્ષલગ વાસ કરો;
પછી પૂછજો ઈચ્છાપૂર્વક પ્રશ્ન તમે એકેક ભલે,
જાણ હશે તો દઈશ તેનો ઉત્તર પ્રેમથકી તમને. ॥૨॥
*
કબંધી એક વર્ષ બાદ આવે છે

अथ कबन्धी कत्यायन उपेत्य पप्रच्छ ।
भगवन् कुते ह वा इमाः प्रजाः प्रजायन्त  इति ॥३॥

atha kabandhi katyayana upetya papraccha ।
bhagavan kute ha va imah prajah prajayanta iti ॥3॥

એક વર્ષલગ રહી કબંધી પિપ્પલાદ પાસે આવ્યો,
પૂછ્યું તેણે, હે પ્રભુ, થાયે કોનાથી આ લોક કહો. ॥૩॥

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.