Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વારંવાર નમું, તમોને વારંવાર નમું.
પૂરણકામ પ્રભુ, તમોને વારંવાર નમું.

અનેક યુગથી પ્રેમ તમારો, ઉરમાં ભરી ફરું;
તમારો પુજારી હું પ્રેમી, જીવનદાન કરું......તમોને

તમારા વિના ગતિ ના કોઈ, પ્રિય કોઈ ન ખરું ;
કોને ચરણે લળી પડું ને  કહો પ્રણામ કરું ?......તમોને

તમારા સમું કોણ દિલાવર, કોને દિલડું ધરું ?
સમર્થ બીજું કોઈ ન મળે, કોને કહો વરું ?......તમોને

પ્રેમ કરી દો પૂરણ મુજને ત્યારે ઠામ ઠરું;
'પાગલ’ કે વરસો કરુણા તો, સ્મિતથી સિંધુ તરું......તમોને

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit