Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વિચરે વિશ્વે એક ફકીર

ચરાચરમહીં વ્યાપક તો પણ વસતા સરિતાતીર,
શિરડીમાં સાક્ષાત રહે છે, નિર્મળ જેનાં નીર.... વિચરે વિશ્વે.

અનંત યુગથી લીલા કરતા, રંક છતાંય અમીર;
સુમન થકીય સુવાસિત, સ્પર્શે પાવન થાય સમીર.... વિચરે વિશ્વે.

પરહિત કાજે કાયા ધારે, પરહિત કાજ અધીર;
જીવ જોખમે જતન કરે છે, ટાળે નિજજન પીર.... વિચરે વિશ્વે.

સમર્થ અન્ય નથી એના શો, દીનબંધુ ને વીર;
કોણ હશે કરુણાળુ વધારે, આ અવનીનું હીર ? .... વિચરે વિશ્વે.

પ્રાર્થે ને પોકારે તેનું બને અંગનું ચીર;
'પાગલ’ સ્મરણ કરે તે તરશે, શક્તિ નથી લગીર. ... વિચરે વિશ્વે.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit