MP3 Audio
*
મારી અરજ સુણી લો આજ, મારી અરજ સુણી લો આજ.
પ્રેમ કરીને પ્રગટી લો પ્રભુ, કરવા મારું કાજ ... મારી અરજ
સુંદરતાના સંપુટ જેવો, સરસ સજીને સાજ;
આવો મારે મંદિર આજે, કરતા મિષ્ટ અવાજ ... મારી અરજ
આતુર થઈને પ્રતીક્ષા કરતો, મારો સકળ સમાજ;
સત્કાર કરે શ્રેષ્ઠ તમારો, વાજે ઝાંઝ પખાજ ... મારી અરજ
કથા સાંભળી એવી કે છો, તમે ગરીબ નિવાજ;
પોકારું છું તેથી તમને, પ્રેમીના શિરતાજ ... મારી અરજ
અંતરનો અનુરાગ થયો છે, કહ્યું તજીને લાજ;
'પાગલ' કે' પ્રભુ પ્રસન્ન હો તો મળશે મુજને રાજ ... મારી અરજ
- શ્રી યોગેશ્વરજી