Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

વંદન સંતન, વારંવાર !
 
કરુણા પ્રેમથકી મંડિત જે સ્નેહતણા છે સાર;
પ્રકટ થયા પરમાત્મા પોતે ધરી મનુજ અવતાર... વંદન

ભવતારક ને દોષવિદારક, કરે કષ્ટથી પાર;
દુઃખદર્દ ને અશાંતિ ટાળે, મંગલ મધુર રસાળ ... વંદન

સર્વતીર્થથી અધિક પુણ્યપ્રદ, મુક્તિતણાં છે દ્વાર;
ગંગાથી પણ ગૌરવવાળા, મૃદુતા પારાવાર ... વંદન

શરણ તમારે જે આવે તે થાય દુઃખથી પાર;
દ્રષ્ટિપાત થતાં જ તમારો કંપી જાયે કાળ ... વંદન

જેના પર રેલો ભાવ કરી કરુણા કેરી ધાર;
ધન્ય થાય તે માનવ સાચે, પામે કદિ ના હાર ... વંદન

આગળ પાછળથી વંદન હો, વંદન વળી હજાર;
'પાગલ' ને પોતાનો જાણો તેમ કરી લો પ્યાર ... વંદન

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit