Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સાચેરા સંત મને છે મળ્યા.
મારું જાગી ગયું ભાગ, મારું જાગ્યું સદ્ ભાગ્ય ... સાચેરા સંત.

દર્શનથી દુઃખદર્દ છે ટળ્યા, અંતરના અંધકાર ને મર્યા;
મળ્યો પૂરણ આનંદ, ગાય હૈયું સાનંદ ... સાચેરા સંત.

પૂરવના પુણ્ય બધાંયે ફળ્યાં,તપ ને વ્રત ધન્યતાને વર્યાં;
ઉગ્યું મંગલ પ્રભાત, મારી ધન્ય થઈ જાત. ... સાચેરા સંત.

દર્શન છે સંતતણાં દોહ્યલાં, મારે માટે થયાં છે સોહ્યલાં;
કહું સુખની શી વાત, મળી મુક્તિની વાટ.... સાચેરા સંત.

પૂરણપ્રેમાળ સિદ્ધ સંત આ, પ્રભુની કૃપાવિના પમાય ના;
ખરે જંગલ એ તીર્થ, માંડે મારાશું મીટ.... સાચેરા સંત.

'પાગલ’ કે’ સંત સદા સેવતાં ચરણોમાં મસ્તકને મેલતાં,
થાય કાયા કૃતાર્થ, બને જીવન ને સાર્થ ... સાચેરા સંત.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit