Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમે મારા કામ બધાંય કર્યાં.

મનોરથ બધા પૂરણ કરિયા. સઘળા હેતુ સર્યા ;
પ્રકટ કરી ઈચ્છા સંતોષી, દર્દ અનેક હર્યા. .....તમે.

શક્તિ તમારી દિવ્ય અનેરી, આશીર્વાદ ધર્યા ;
માતા જેમ જ મમતા રાખી, સાઈ સાથ ફર્યા. .....તમે.

કૃપાવૃષ્ટિ વરસાવી મારાં, રસથી રોમ ભર્યાં ;
ગણી શકાયે કેમ જ ગુણને, જે ઉપકાર કર્યા. .....તમે.

કામ આટલું હવે કરી દો, માનું તો જ ખરા ;
'પાગલ’ મલિન કરાવો બેનું, હો ન વિલંબ જરા .....તમે.

   - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit