Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પૂજું તમને આજ પ્રભાતે, ધૂપ દીપ ને હારે,
રંગભર્યા ગંગાને ઘાટે, સાંઈનાથ, સવારે ... પૂજું તમને

અંતરમાં છે ઉમંગ ભારે, વ્હાલ વહે છે સહસ્ત્રધારે;
નસનસમાં છે જીવન જાદુ, છોડું સૂર સિતારે ... પૂજું તમને

ભાવતણાં મધુરા પુષ્પો છે, ગૂંથુ અંતર તારે;
કંઠમહીં તે દઉં ચઢાવી, શોભા સુંદર ધારે ... પૂજું તમને

નથી પ્રવીણ પૂજામાં કોઇ, તોપણ દિલડુ વારે;
'પાગલ' પ્રાણ કૃપાને તલસે, આશ અન્ય ના મારે ... પૂજું તમને

  - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit