MP3 Audio
*
મહાપુરૂષની વાણી,
મિથ્યા થાય કદી ના એવી, વાત ખરે મેં જાણી ... મહાપુરૂષની વાણી.
ભૂલભાંતિમાં બોલાયે તો પણ કરતી કલ્યાણી,
અમોઘ ફળને અવશ્ય આપે માની હો કે શાણી ... મહાપુરૂષની વાણી.
વહી ગયેલાં પાછે વાળે પ્રવાહ કેરાં પાણી;
પર્વત રણ, રણનું વન કરતી, નિર્ધન કરતી દાની ... મહાપુરૂષની વાણી.
અબોલને શીધ્ર કવિત્વ ધરે, તરત મટાડે હાનિ;
સિદ્ધ વચનનો મહિમા મોટો પ્રસિદ્ધ વાત પુરાણી ... મહાપુરૂષની વાણી.
'પાગલ' પ્રભુજી જો જો મિથ્યા થાય તમારી વાણી;
કૃપા પિયૂષ વરસજો આજે ચાતક જેવો જાણી ... મહાપુરૂષની વાણી.
- શ્રી યોગેશ્વરજી