Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

શિરડીવાસી, સદ્ય પધારો.
જીવન ઝાંખી થકી ઉજાળો. .. શિરડીવાસી.

નથી તપસ્યા શ્રદ્ધા તેમજ
જ્ઞાનપ્રેમનો નથી ઝગારો ;
એક ભરોસો મને તમારો,
તાપ થકી તો આજે તારો. .. શિરડીવાસી.

નથી દ્રવ્યવૈભવની તૃષ્ણા,
લૌકિક સ્વાર્થ નથી કૈં મારો ;
દર્શનની છે આશા એકજ ;
શરણાગતને પ્રેમે પાળો. .. શિરડીવાસી.

રૂપ તમારું લઈ અલૌકિક
પ્રકટો, વધુના હવે વિચારો;
'પાગલ’ને આજે અપનાવો,
બગડી બાજી છેક સુધારો. .. શિરડીવાસી.

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit