Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

ડુંગર દુઃખના છોને પડે,
તારું અંતર કેમ રડે ? ... ડુંગર

શરણ લઇ લે સંતપ્રભુનું તો ચિંતા બધીયે ટળે;
દર્દ દાવાગ્નિ દૂર બને ને ગ્રહ ના કદીયે નડે ... ડુંગર

ભારે ભેખડ પડે,ધોર ગર્જના વડે વંટોળે ચિત્ત ચડે;
સંતની હોય શુભાશિષ તો ના આફત લેશ અડે ... ડુંગર

આંસુના સાગર શાંત બને ને હેતુ સમસ્ત સરે;
બંધ થયા હો મારગ તોયે ધાર્યો માર્ગ જડે ... ડુંગર

અનુભવની આ વાણી કહી છે, કૈં ન અશક્ય ખરે;
'પાગલ' પ્રભુનો પ્રેમી થા તું, શોકમાં શાને સડે ? ... ડુંગર

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit