Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારું શરણું જે લે છે તેને ચિંતા ક્યાં રે' છે ?

સંકટ ભલે હજારો આવે,
તાપ ભલેને લાખ તપાવે;
છોને કોટિ ક્લેશ સતાવે;
ડર ક્યાં કોઇનો રે' ... તમારું શરણું

નાખો આંસુ ભક્તનાં ધોઇ;
ઘા રાખો કાયમ ના કોઇ;
ઝંખે પ્રેમે તમને કોઇ,
તેને પીડા ક્યાં રે' છે ? ... તમારું શરણું

મહિમા મોટો ખ્યાત તમારો,
શરણાગત સંભાળો તારો;
જે જન જન્મી થાય તમારો,
તેને બંધન ક્યાં રે' છે? ... તમારું શરણું
 
'પાગલ' ગુણને ગાય તમારા,
પ્રભુ, સર્વસ્વ તમે છો મારા;
સાર્થક કરશો શબ્દો તમારા,
શ્રદ્ધા એ જ સદા રે' છે ... તમારું શરણું

 - શ્રી યોગેશ્વરજી

Comments

Search Reset
0
Anand Sai bakt
15 years ago
Hari om
Like Like Quote

Add comment

Submit