તમે સર્વસમર્થ ખરે.
સિદ્ધિના સ્વામી છો સાચા, કૈં ય કમી ન મળે. ... તમે સર્વસમર્થ ખરે.
આધાર તમારો લે તેને, ઈપ્સિત વસ્તુ મળે;
મનારથ બધા થાય સફળને, ચિંતા કલેશ મરે. ... તમે સર્વસમર્થ ખરે.
અશક્ય કૈં ન તમારે માટે, પાણી પહાડ તરે;
અંધ જુએ મૂંગો બોલે ને, મૃતને પ્રાણ મળે. ... તમે સર્વસમર્થ ખરે.
દેવ અન્ય કો-દર્દ જીવનાં, સત્વર કોણ હરે;
તમારું કૃપાબિંદુ સાંપડ્યે, સિદ્ધિ સર્વ વરે. ... તમે સર્વસમર્થ ખરે.
મહિમા સુણ્યો તમારો એવો, મિથ્યા કેમ ઠરે;
બેસી કેમ રહ્યા છો હજુયે, 'પાગલ’ બાલ મરે ! ... તમે સર્વસમર્થ ખરે.
- શ્રી યોગેશ્વરજી

