MP3 Audio
*
સાંભળી મારો પોકાર પ્રેમ કરી આવજો,
પ્રેમ કરી આવજો, વિલંબ તજી આવજો ... સાંભળી
દુઃખદર્દ ટાળજો ને ક્લેશ બધા કાપજો;
અંધારા અંતરનું આંગણ અજવાળજો;
સુરતાનો સાંપડતાં તાર, પ્રેમ કરી આવજો! ...સાંભળી
પ્રાર્થનાનો ઉત્તર તત્કાળ તમે આપજો,
સ્તુતિ મારી સાંભળીને ભાવ ઘણો માપજો,
મોટીમોટી ભરી ભરી ફાળ, પ્રેમ કરી આવજો! ...સાંભળી
મારે માટે તમારી બાજી બધી હારજો,
માની તમારો મને સર્વપણે તારજો;
આપજો અહર્નિશ આધાર! પ્રેમ કરી આવજો! ... સાંભળી
- શ્રી યોગેશ્વરજી

