Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
આજે રાતે તો તમે મારી પાસે તમારા રોજના નિયમ પ્રમાણે પ્રકટ થયાં
ને મારી સાથે વાતે વળગ્યાં.
તમારા પવિત્ર પ્રેમને ઠાલવતાં એકાએક તમે મારા હાથમાં ચૂડી મૂકી ને મને કહ્યું :
પ્રભુ, તમારે હાથે મને આ ચૂડી પહેરાવી દો.
તમારા પ્રેમની ચૂડી પહેરવાથી મને પ્રસન્નતા થશે ને અખંડ સૌભાગ્યનું દાન મળશે.

તમારા કહ્યા પ્રમાણે મેં તમને ચૂડી પહેરાવી
એટલે તમે કહેવા માંડ્યું : પ્રભુ, મારા પ્યારા પ્રભુ, લો આ કંકુ.
તમારે હાથે તેને મારી સેંથીમાં પૂરી દો.
લો આ સિંદૂર. તેથી મને પ્રસન્નતા થશે ને અખંડ સૌભાગ્યનું દાન મળશે.

તમારા અત્યંત આગ્રહને વશ થઈને મેં તમારી સેંથીમાં સિંદૂર પૂર્યું
ને તમને કહ્યું : દેવી, તમે તો જગદંબા છે.
મારા જેવા એક સાધારણ પ્રેમીને તમે આટલો બધો પ્રેમ કરો છો એ શું બરાબર છે ?

ને તમે કહ્યું : હા, બરાબર જ છે.
આ સંસારમાં તું મારે માટે સાચેસાચ લાયક છે.
તેથી જ હું તને વરી ચૂકી છું.
આ સંસારમાં તું જ કહેને તારા વિના બીજું કોણ વધારે લાયક છે ?

- શ્રી યોગેશ્વરજી