Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
વરસાદના જીવનના રહસ્યનો કદિ વિચાર કર્યો છે ખરો ?
સાગરમાંથી ક્ષાર લઈને સંસારને સુધાનું દાન દેવું વરસાદનો સહજ ને સ્વાભાવિક ધર્મ છે.
તેવી રીતે પ્રેમી પોતે આંસુ ને આહમાં રમે છે,
ને સંસારના કડવા ધુંટડા પી જઈને બીજાને તો પીયૂષ જ પૂરું પાડે છે.
તમારાં ચરણોમાં પણ એ અમૃતનો ઉપહાર ધરે છે.

શોકમાંથી હર્ષ, પતનમાંથી ઉત્થાન
ને વેદનામાંથી આનંદથી પ્રાપ્તિ કરનારા તમારા એ પ્રેમી ભક્તોને મારાં વારંવાર વંદન છે.
તેમનો એ ગુણ મારામાં પણ ઉતરે એવી કૃપા કરી દો.
હે મધુમય, એવી કૃપા કરી દો.

- શ્રી યોગેશ્વરજી