અંતરના અનુરાગને આંખમાં આંજીને આવો તો તમને આલિંગન આપું
ને મારા પ્રેમની પકડમાંથી એક મિનિટ માટે પણ મુક્ત ના થવા દઉં.
આવો તો તમને આલિંગન આપું ને મારા હૃદયે સ્થાપું.
અંતરના અનુરાગને આંખમાં આંજી દઈને આવો તો તમારું ઉમળકાભેર સ્વાગત કરું.
પુષ્પોથી તમને વધાવું ને પ્રેમના પાણીથી પખાળું.
આવો તો તમને વધાવું ને પખાળું.
સંગીતના ઘેનભર્યા છંદોમાં સ્નાન કરાવીને તમારી સાથે એકાકાર બનું,
તમને પ્રસન્ન ને પુલકિત કરું.
અંતરના અનુરાગને આંખમાં આંજી દઈને તમે આવો તો તમને પ્રસન્નતા ધરું,
ધન્યતા ધરું ને પુલકિત કરું.
- શ્રી યોગેશ્વરજી

