Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
તમે મારી આંખ સામે જ રહો,
એક ક્ષણ પણ અળગાં ના થાવ,
એવી મારી અંતઃકરણપૂર્વકની ઈચ્છા છે.

તમે આઠે પહોર મારી સામે જ રહો
ને એક ક્ષણ પણ અળગાં ના થાવ
એવી મારા અંતરના અંતરતમની ઈચ્છા છે.
એવી મારી અંતરતમની ઝંખના છે.

અંતરમાં તમારે માટે અપાર અનુરાગ છે,
ને અંગમાં તમારી અખંડ આરતીનું અજવાળું.
રોમેરોમમાં તમારા પ્રેમનો રસ ઉછાળા મારે છે,
ને પ્રાણમાં તમારી અનંત પ્યાસ છે.

યુગોના યુગો સુધી તમે મારી સાથે રહો ને મને પ્રેમ કરો -
તમારી રૂપસુધાના ક્ષીર સાગરને ખાલી કરીને
મારું તન, મન ને અંતર ભરો તો પણ મને તૃપ્તિ ના વળે એવો આશીર્વાદ આપો.

તમે મારી આંખ સામે જ રહો, મારા હૈયા સાથે જ વળગેલાં રહો,
ને એક પણ પળ અળગાં ના રહો, એવી મારી અંતઃકરણની ઈચ્છા છે,
તે તમે પૂરી કરો. હે દેવી, તમે પૂરી કરો.

- શ્રી યોગેશ્વરજી