Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
કોને ખબર તમારે માટે મારે હજી કેટકેટલાં આંસુની ધારા વહેવડાવવાની છે,
ને કોને ખબર અનુરાગના અનંત સૂરની આટઆટલી માળા પહેરાવ્યા પછી પણ
હજી કેટકેટલી માળા તમારા કંઠમાં અર્પણ કરવાની છે !

કોને ખબર પોકારો ને પ્રાર્થનાની કેટકેટલી પરંપરાને મારે હજી તમારે માટે વહેતી કરવાની છે,
ને તમારા તરસ્યા પ્રાણને માટે મારા પ્રેમની કેટકેટલી પ્યાલી ખાલી કરવાની છે !

દિવસો વહી જાય છે પણ મારી સાધના શાંત થતી નથી.
દિવસે ને રાતે તેની પૂજા એક સરખી ચાલ્યા જ કરે છે.
મધરાતે તો તેની માદકતા અજબ જ બની જાય છે.

કોને ખબર આવી કેટકેટલી પૂજાની સામગ્રી તમારાં ચરણોમાં અર્પણ કરીને
મારે તમારી સેવા કરવાની છે !

- શ્રી યોગેશ્વરજી