Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

બે મુસાફરો મારગ કાપી રહ્યા હતા.
રસ્તામાં એક ગામ આવ્યું.
ગામની પાદરે એક માણસ ઊભો હતો.

મુસાફરે તેને પહોંચવાના આગલા ગામનું અંતર પૂછ્યું તો તેણે ઉત્તર આપ્યો
કે આગલું ગામ ચાર માઈલ જતાં આવી પહોંચશે.

પહેલા મુસાફરે એ સાંભળી કહ્યું :
હજી તો ચાર માઈલ ચાલવાનું બાકી છે.

બીજા નાના મુસાફરે શાંતિથી ઉત્તર આપ્યો,
હવે ચાર જ માઈલ બાકી છે. બસ, ચાર જ માઈલ.

- શ્રી યોગેશ્વરજી