Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
ગઈ કાલે રાતે અંધારા ઓરડામાં બેઠો હતો
ત્યાં તમે અચાનક મારી પાસે પ્રકટ થયાં ને મારી સામે સ્મિત કરતાં ઉભાં રહ્યાં.
એ વખતે મારી દશા કેવી કરુણ હતી !
આંખમાંથી આંસુની ધારા વહ્યા કરતી હતી,
ને તમારા મિલનના મનોરથને લીધે દિલમાં દર્દનો પાર ન હતો.

તમે તો અંતર્યામી છો.
છતાં પણ તમારા હાથને મારી આંખે લગાડી મેં તમને કહ્યું :
દેવી, આપણા પ્રેમની આ નિશાની યાદ રાખજો.

ખરેખર, આંસુ, ઉલ્લાસ ને ગીત આપણા પ્રેમની નિશાની છે.
ખૂબ પ્રેમથી પ્રેરાઈને હું તમારે માટે તેમાં મારા હૃદયને વહેતું કરું છું.
મારું હૃદય કુદરતી રીતે જ તેમાં વાસ કરે છે.

મારાં ગીત તમને ગમે છે ?
એ તમારાં જ છે ને તમારે માટે જ છે.
તમારી પ્રસન્નતાની ભાવનાથી પ્રેરાઈને જ તેની રચના થઈ છે.

આંસુ, ઉલ્લાસ ને ગીત આપણા પ્રેમની અનેરી નિશાની થઈ છે.

- શ્રી યોગેશ્વરજી