if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
તમે મારી આંખમાં આંખ નહિ મિલાવો ને સ્મિત સાથે મારો સત્કાર નહિ કરો
તો પણ હું તમારું દર્શન કરવા કાયમને માટે તલપાપડ રહીશ,
ને તમારા સુધામય સ્વરૂપની ઝાંખી કરીને, દૂરથી પણ કરીને, ખુશ થઈશ.

તમે મને તમારા આલિંગનનો આનંદ નહિ આપો,
ને મારે માટે તમારી વ્હાલભરી વાણી નહિ વહેવડાવો
તો પણ, હું મારા ગીતની પૂજા ચાલુ જ રાખીશ,
ને આજ સુધી તમે આપેલા આલિંગનના આસ્વાદને અનુભવ્યા કરીશ.

કેમ કે તમારા વિના મને ચાલે તેમ નથી.
મારું હૃદય હવે તમારું જ થઈ ગયું છે
ને તમે મારાં થાવ કે ના થાવ તો પણ તેની નિષ્ઠામાં કાંઈ ફેર પડનાર નથી.
તે તો તમને ઝંખ્યા જ કરશે. ને તમે પણ ક્યાં સુધી નહી આવો ?
ક્યાં સુધી તમારા પ્રેમામૃતથી મારા તનમનને નહિ પખાળો ?
આખરે તમને પણ હૃદય છે.
એટલે મારા હૃદયના પડછંદા તેની પાસે જરૂર પહોંચી જશે ને મને મળવા -
પોતાની અંદર સમાવી લેવા, તે આતુર આતુર બની જશે.
આ જ શ્રદ્ધા ને આશાથી આજે તો મુસીબતોની વચ્ચે પણ માર્ગ કાઢતાં જીવી રહ્યો છું -
કહો કે જીવનને ટકાવી રહ્યો છું.

- શ્રી યોગેશ્વરજી
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.