Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
તમારી પાસે મારી પ્રાર્થના છે
કે તમને મળેલા આ અમુલખ અવસરનો લાભ તમે પૂરેપૂરો લઈ લો.
હું તમને સંપૂર્ણ દિલથી, દિલના ઊંડાણમાંથી ચાહું છું.
તમારે માટે ઝંખું છું, તપું છું, ને વેદના વેઠું છું.

તમારા પ્રેમથી મારો પ્રાણ છેક પુલકિત ને પ્રસન્ન થયો છે.
મારું રોમેરોમ તમારે માટે તલસે છે, ને સર્વ સમર્પણ કરવાની કામના કરે છે.
એમ કહો કે તમારું સદભાગ્ય જ મારા રૂપમાં તમારી આગળ આવીને ઉભું રહ્યું છે.

માટે હવે બીજા બધા જ વિચારોને છોડી દઈને
મારા પ્રેમનો સ્વાદ લેવા તમે અત્યારે ને અત્યારે તત્પર થાવ,
ને મને તમારા પરમ પવિત્ર પ્રેમમાં તરબોળ કરો.
તમને મળેલી આ મહાન તક તમે જતી ના કરશો, એવી મારી તમને પ્રાર્થના છે.

- શ્રી યોગેશ્વરજી