सवित्रा प्रसवेन जुषेत ब्रह्म पूर्व्यम् ।
यत्र योनिं कृणवसे न हि ते पूर्तमक्षिपत् ॥७॥
savitra prasavena juseta brahma purvyam ।
yatra yonim krnavase na hi te purtamaksipat ॥ 7॥
જગના કર્તા પ્રભુને પ્રાર્થી, પ્રેરિત તેનાથી જ થઈ,
તે પ્રભુની હે સાધક, તારે આરાધના સદા કરવી;
પ્રભુને શરણે જા, તે પ્રભુમાં સદા મળી જા પ્રેમે તું,
પછી પૂર્વકર્મો ના તુજને બંધન કરશે પોતાનું. ॥૭॥
અર્થઃ
સવિત્રા - સંસારનું સર્જન કરનાર પરમાત્મા દ્વારા
પ્રસવેન - સાંપડેલી પ્રેરણાથી
પૂર્વ્યમ્ - સૌના આદિ કારણ
બ્રહ્મ જુષેત - પરમાત્માની જ સેવા કરવા જોઇએ.
તત્ર - એ પરમાત્મામાં જ
યોનિમ્ - આશ્રય
કૃણવસે - પ્રાપ્ત કર
હિ - કારણ કે (એવું કરવાથી)
તે - તારાં
પૂર્વમ્ - પૂર્વ-કર્મ
ન અક્ષિપત્ - વિક્ષેપકારક નહીં થાય.
ભાવાર્થઃ
જીવનમાં પહેલાં, જે કર્મોનું અનુષ્ઠાન કરવામાં આવ્યું હોય છે તે અશુભ ફળ પણ પ્રદાન કરે છે, સાધનામાં અવરોધક બને છે અને ભાતભાતના વિક્ષેપો જગાવે છે. એવો વિક્ષેપોનો અથવા અંતરાયોનો અંત આણવા માટે સાધકે પરમાત્માનું શરણ લેવું જોઇએ. પરમાત્માનું સાચા દિલથી શરણ લેવાથી, સ્મરણ કરવાથી, એમની પ્રેમપૂર્વક પ્રશસ્તિ કે પ્રાર્થના કરવાથી અને એમની આરાધનામાં ડૂબી જવાથી ગમે તેવા વિક્ષેપો પણ દૂર થાય છે અને પૂર્વકર્મો દુઃખદાયક કે બંધનકારક નથી થતાં. સઘળું સાનુકૂળ બની રહે છે.

