if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

एको हि रुद्रो न द्वितीयाय तस्थु र्य इमांल्लोकानीशत ईशनीभिः ।
प्रत्यङ् जनास्तिष्ठति सञ्चुकोचान्तकाले संसृज्य विश्वा भुवनानि गोपाः॥२

eko hi rudro na dvitiyaya tasthu-
rya imamllokanisata isanibhih ।
pratyan janastisthati sanchukochantakale
samsrjya visva bhuvanani gopah ॥ 2॥

પોતાના શાસનબલથી જે સંચાલન જગનું કરતા,
તે પરમાત્મા એક જ છે, છે શક્તિ બધી તેની જગમાં;
તેથી જગના કારણરૂપે બીજો કોઈ છે ન કહ્યો,
સૌને રક્ષે, પાળે, અંતે લીન કરે, સૌમાંય રહ્યો. ॥૨॥

અર્થઃ

યઃ - જે
ઇશનીભિઃ - પોતાની વિવિધ શાસન-શક્તિથી
ઇમાન્ - આ બધા
લોકાન્ ઇશતે - લોકો પર શાસન કરે છે.
(સઃ) રુદ્રઃ - તે રુદ્ર
એકઃ હિ - એક જ છે.
(એટલા માટે જગતના કારણને વિચારનારા વિદ્વાનોએ)
દ્વિતીયાય ન તસ્થુઃ - બીજાનો આશ્રય ના લીધો
(સઃ - તે પરમાત્મા)
જનાન્ પ્રત્યંઙ - સર્વે જીવોની અંદર
તિષ્ઠતિ - રહેલા છે.
વિશ્વા - સંપૂર્ણ
ભુવનાનિ સંસૃજ્ય - લોકોને સરજીને
ગોપાઃ - એમની રક્ષા કરનારા પરમાત્મા
અન્તકાલે - પ્રલય વખતે
સંચુકોચ - એ સૌને સંકેલી લે છે.

ભાવાર્થઃ

એક જ પરમાત્મા પોતાની અનંત શક્તિથી સમસ્ત સંસાર પર શાસન કરે છે. એમની શક્તિ વિવિધ હોવા છતાં એ તો એક જ છે. વિચારકો તથા વિદ્વાનોએ એમને સમસ્ત સૃષ્ટિના કારણ કહ્યા તે બરાબર જ છે. સૃષ્ટિના મૂળ કારણ અથવા આધાર એમના સિવાય બીજા કોઇ જ નથી. એ સર્વત્ર રહેલાં છે, સંપૂર્ણ સૃષ્ટિને સરજે છે. રક્ષે છે, અને અંતે એને પોતાની અંદર સમાવી લે છે. એમની શક્તિ અજોડ અને અનિર્વચનીય છે.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.