if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

यो देवानां प्रभवश्चोद्भवश्च विश्वाधिपो रुद्रो महर्षिः ।
हिरण्यगर्भं जनयामास पूर्वं स नो बुद्ध्या शुभया संयुनक्तु ॥४॥

yo devanam prabhavaschodbhavascha
visvadhipo rudro maharsih ।
hiranyagarbham janayamasa purvam
sa no buddhya subhaya samyunaktu ॥ 4॥

રુદ્રરૂપ જે પ્રભુ ઈન્દ્રાદિક દેવોને ઉત્પન્ન કરે,
વળી વધારે, સૌના સ્વામી, મહર્ષિ, જે સર્વજ્ઞ ખરે;
સૃષ્ટિ પહેલાં હિરણ્યગર્ભ કર્યા ઉત્પન્ન વળી જેણે,
તે પરમાત્મા અમને સૌને હમેશાં સદબુદ્ધિ દે. ॥૪॥

અર્થઃ

યઃ - જે
રુદ્રઃ - રુદ્ર
દેવાનામ્ - દેવોની
પ્રભવઃ - ઉત્પત્તિના કારણ
ચ - અને
ઉદભવઃ - વૃદ્ધિના કારણ છે
ચ - અને
વિશ્વાધિપઃ - સૌના અધીશ્વર
મહર્ષિઃ - મહાન જ્ઞાની કે સર્વજ્ઞ છે.
પૂર્વમ્ - જેમણે પહેલાં
હિરણ્યગર્ભમ્ - હિરણ્યગર્ભને
જનયામાસ - ઉત્પન્ન કર્યા
સઃ - તે પરમાત્મા
નઃ - અમને
શુભયા બુદ્ધયા - સદબુદ્ધિથી
સંયુનક્તુ - સંપન્ન કરે.

ભાવાર્થઃ

આ શ્લોક દ્વારા પરમાત્માને સદબુદ્ધિની પ્રાર્થના કરવામાં આવે છે. સદબુદ્ધિ પર જીવનના સદાચારનો અથવા જીવનવિકાસની સાધનાની સફળતાનો અગત્યનો આધાર છે. એ દૃષ્ટિએ જોતાં આ પ્રાર્થનાનું મહત્વ ઘણું મોટું છે. સદબુદ્ધિ - પોતાની તથા બીજાની સદબુદ્ધિની માગણીથી મોટી, શ્રેયસ્કર માગણી બીજી ભાગ્યે જ હોઇ શકે. એ પરમાત્મા દેવોની ઉત્પત્તિ અને અભિવૃદ્ધિના કારણ છે, સૌના સ્વામી છે, સર્વજ્ઞ છે. હિરણ્યગર્ભને ઉત્પન્ન કરનારા છે, એમને ઉત્પન્ન કરનારા કોઇ જ નથી.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.