याभिषुं गिरिशन्त हस्ते बिभर्ष्यस्तवे ।
शिवां गिरित्र तां कुरु मा हिंसीः पुरुषं जगत् ॥६॥
yabhisum girisanta haste bibharsyastave ।
sivam giritra tam kuru ma himsih purusam jagat ॥ 6॥
હે પર્વતના વાસી, સુખદાયક, ને હિમગિરિરક્ષક હે !
બાણ હાથમાં ધર્યું ફેંકવા, તે ના જગને નષ્ટ કરે;
માટે તેને શાંત કરી દો, મંગલરૂપ કરી દો તે,
સુખદાતા છો; સૃષ્ટિ દુખાશે, નહીં નહીં તમને શોભે. ॥૬॥
અર્થઃ
ગિરિશન્ત - હે ગિરિશન્ત
યામ્ - જે
ઇષુમ્ - બાણને
અસ્તવે - છોડવા માટે
હસ્તે - હાથમાં
બિભર્ષિ - (તમે) ધારણ કર્યું છે.
ગિરિત્ર - હે હિમગિરિની રક્ષા કરનારા દેવ
તામ્ - તે બાણને
શિવામ્ - મંગલમય
કુરુ - કરી દો
પુરુષમ્ - જીવસમુદાયરૂપ
જગત્ - જગતને
મા હિંસી - નષ્ટ ના કરશો.
ભાવાર્થઃ
પરમાત્માના બાણવાળા સ્વરૂપને યાદ કરીને પ્રાર્થના કરતાં કહેવામાં આવે છે કે કૈલાસ પર્વત ઉપર વિરાજમાન પરમસુખદાયક પ્રભુ ! તમારા બાણને મંગલમય બનાવી દો, જેથી એ બીજાને માટે મારક બનવાને બદલે તારક બને, સર્વભક્ષકને બદલે સર્વરક્ષક બને. કોઇને કશી હાનિ કરે નહીં.

