ततः परं ब्रह्म परं बृहन्तं यथानिकायं सर्वभूतेषु गूढम् ।
विश्वस्यैकं परिवेष्टितार-मीशं तं ज्ञात्वाऽमृता भवन्ति ॥७॥
tatah param brahma param brhantam
yathanikayam sarvabhutesu gudham ।
visvasyaikam parivestitara-
misam tam jnatva'mrta bhavanti ॥ 7॥
જીવ, જગત ને બ્રહ્માથીયે જે પરમાત્મા ઉત્તમ છે,
સૌ પ્રાણીમાં શરીરને અનુરૂપ થઈને જે રે’છે;
વીંટાયું છે વિશ્વ જે થકી, મહાન પ્રભુ તે એકાકી,
જે જાણી લે તેને, તેનો જન્મ રહે છે ના બાકી. ॥૭॥
અર્થઃ
તતઃ - જીવસમુદાયરૂપ એ જગતથી
પરમ્ - પપર
બ્રહ્મપરમ્ - હિરણ્યગર્ભરૂપી બ્રહ્માથી પણ શ્રેષ્ઠ
સર્વભૂતેષુ - સૌ ભૂતોમાં
યથાનિકાયમ્ - એમનાં શરીરોને અનુરૂપ થઇને
ગૂઢમ્ - છૂપાયેલા
વિશ્વસ્ય પરિવેષ્ટિતારમ્ - વિશ્વને ચારે તરફથી વીંટી વળેલા
તમ્ - તે
બૃહન્તમ્ - મહાન, વિશાળ, વ્યાપક
એકમ્ - એકમાત્ર
ઇશમ્ - પરમાત્માને
જ્ઞાત્વા - જાણીને
અમૃતાઃ ભવન્તિ - (માનવો) અમર બને છે.
ભાવાર્થઃ
પરમાત્મા જીવસમુદાયરૂપી જગતથી તથા સૃષ્ટિમાં સૌથી પહેલાં પ્રાદુર્ભાવ પામેલા બ્રહ્માથી પણ શ્રેષ્ઠ છે. મહાન, વિશાળ તથા વ્યાપક છે. વિશ્વને ચારે બાજુથી વીંટી વળ્યા છે એ તો સાચું જ, પરંતુ જુદાંજુદાં ભૂતોમાં એમના અંગોને ચેતન પ્રદાન કરતાં રહેલાં છે. એ પરમાત્માને જાણ્યા સિવાય કોઇ અમૃતમય નથી બની શકતું. જીવનની સાચી સફળતા એમને ઓળખવામાં જ સમાયેલી છે.