Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

यस्मात् परं नापरमस्ति किंचिद्य-स्मान्नणीयो न ज्यायोऽस्ति कश्चित् ।
वृक्ष इव स्तब्धो दिवि तिष्ठत्येक-स्तेनेदं पूर्णं पुरुषेण सर्वम् ॥९॥

yasmat param naparamasti kinchidya-
smannaniyo na jyayo'sti kaschit ।
vrksa iva stabdho divi tisthatyeka-
stenedam purnam purusena sarvam ॥ 9॥

તે પ્રભુથી છે શ્રેષ્ઠ નહીં કૈં, સુક્ષ્મ વળી છે સૌથી તે,
મહાન વ્યાપક તેથી કૈં ના, મહાન તે જ બધાથી છે;
વૃક્ષ જેમ નિશ્ચલ એકાકી આકાશે તેની સ્થિતિ છે,
તે પરમાત્માથકી ભરેલું પૂરણરૂપે આ જગ છે. ॥૯॥

અર્થઃ

યસ્માત્ પરમ્ - જેથી શ્રેષ્ઠ
અપરમ્ - અન્ય
કિંચિત્ - કાંઇ
ન અસ્તિ - નથી
જેથી
કશ્ચિત - કોઇ
અણીયઃ - અધિક સૂક્ષ્મ
ન - નથી
જયાયઃ - મહાન
ન અસ્તિ - મથી
એકઃ - એકાંકી
વૃક્ષઃ ઇવ - વૃક્ષની પેઠે
સ્તબ્ધઃ - અચળ રીતે
દિવિ - પ્રકાશમય આકાશમાં
તિષ્ઠતિ - સ્થિત છે.
તેન પુરુષેણ - એ પરમપુરુષ પરમાત્માથી
ઇદમ્ - આ
સર્વમ્ - સમસ્ત (જગત)
પૂર્ણમ્ - પરિપૂર્ણ છે.

ભાવાર્થઃ

એ પરમાત્મા સૌથી શ્રેષ્ઠ છે. એમનાથી ઉત્તમ તો શું પરંતુ એમની સમતા કરી શકે એવું પણ બીજું કોઇ જ નથી. એ સૌથી સૂક્ષ્મ, સૂક્ષ્મતમ અને મહાનતમ છે. નાના-મોટા સઘળા પદાર્થોમાં વ્યાપક છે. એક હોવાં છતાં અનેકમાં રહેલા છે. વૃક્ષની પેઠે વિશ્વના રૂપમાં વિસ્તાર પામીને પરમધામમાં સ્થિત થયેલા છે. સમસ્ત વિશ્વમાં વિરાજમાન છે. એમના સિવાય કશું છે જ નહીં. જીવનની કે જગતની શક્યતા જ નથી. એ જગતના જીવન છે.