सर्वानन शिरोग्रीवः सर्वभूतगुहाशयः ।
सर्वव्यापी स भगवांस्तस्मात् सर्वगतः शिवः ॥११॥
sarvanana sirogrivah sarvabhutaguhasayah ।
sarvavyapi sa bhagavamstasmat sarvagatah sivah ॥ 11॥
બધેય તેનાં મુખશિરગ્રીવા, સૌના હૃદયે તે રે’છે,
સર્વવ્યાપક તે છે, તેથી મંગલ છે તે સર્વસ્થળે. ॥૧૧॥
અર્થઃ
સઃ - તે
ભગવાન્ - ભગવાન
સર્વાનનશિરોગ્રીવઃ - સર્વ તરફ મુખ, મસ્તક, ગરદનવાળા
સર્વભૂતગુહાશયઃ - સર્વે પ્રાણીઓની હૃદયરૂપી ગુફામાં રહેલા
સર્વવ્યાપી - સર્વવ્યાપક છે.
તસ્માત્ - તેથી
સઃ - તે
શિવઃ - કલ્યાણસ્વરૂપ પરમાત્મા
સર્વગતઃ - સર્વત્ર વિરાજમાન છે.
ભાવાર્થઃ
પરમાત્મા પરમકલ્યાણ સ્વરૂપ, સર્વશકિતમાન, સર્વવ્યાપક છે. સૌના હૃદયરૂપી ગુફામાં વિરાજમાન છે. સર્વ તરફ મુખવાળા હોવાથી સર્વદર્શી અને સર્વભક્ષી છે. સર્વ તરફ મસ્તકવાળા હોવાથી સર્વ વિશે જ્ઞાન ધરાવે છે, સૌનું ચિંતનમનન એક હોવા છતાં પણ કરી શકે છે. અને સર્વત્ર ગરદનવાળા હોવાથી આગળ ને પાછળ, ઉપર ને નીચે, દૂર અને સમીપ, દિશા અને પ્રદિશામાં સર્વત્ર જોઇ શકે છે. એમનાથી કોઇ કાળે, ક્યાંય, કશું પણ, ગુપ્ત અથવા અજ્ઞાત હોતું નથી.