Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् ।
स भूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् ॥१४॥

sahasrasirsa purusah sahasraksah sahasrapat ।
sa bhumim visvato vrtva atyatisthaddasangulam ॥ 14॥

હજાર શિર ને હજાર નેત્રો, હજાર પગ છે તે પ્રભુને,
સર્વ તરફથી વ્યાપ્યા જગમાં, છતાં હૃદયમાં તે પ્રભુ છે;
હૃદય નાભિથી દસ આંગળ છે ઉપર, તે પ્રભુ ત્યાં સ્થિત છે. ॥૧૪॥

અર્થઃ

પુરુષઃ - એ પરમપુરુષ
સહસ્ત્રશીર્ષ - હજારો મસ્તકવાળા
સહસ્ત્રાક્ષઃ - હજારો લોચનાવાળા
સહસ્ત્રપાત્ - હજારો ચરણવાળા છે.
સઃ - તે
ભૂમિમ્ - જગતને
વિશ્વતઃ - બધી બાજુથી
વૃત્વા - વીંટીને
દશાંગુલમ્ અતિ - નાભિથી દસ આંગળ ઉપર (હૃદયમાં)
અતિષ્ઠમ્ - સ્થિત છે.

ભાવાર્થઃ

પરમાત્માની સર્વવ્યાપકતાને સૂચવવા માટે એમને હજારો મસ્તક, લોચન તથા ચરણવાળા કહ્યા છે. એ જગતને બધી બાજુથી વીંટી વળીને પણ નાભિથી દસ આંગળ ઉપર હૃદયપ્રદેશમાં વિરાજમાન છે. એમનો સાક્ષાત્કાર કરનારા સ્વાનુભવસંપન્ન સત્પુરુષોનો એવો અનુભવ છે.