Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

पुरुष एवेदँ सर्वं यद् भूतं यच्च भव्यम् ।
उतामृतत्वस्येशानो यदन्नेनातिरोहति ॥१५॥

purusa eveda sarvam yad bhutam yaccha bhavyam ।
utamrtatvasyesano yadannenatirohati ॥ 15॥

અગાઉ જે કૈં થઈ ગયું, ને ભવિષ્યમાં જે કૈંય થશે,
વર્તમાનમાં વધે અન્નથી, તે સર્વ જગત પ્રભુરૂપ છે :
તે જ જગતરૂપે છે પ્રકટ્યા, મુક્તિતણા પણ સ્વામી તે. ॥૧૫॥

અર્થઃ

યત્ - જે
ભૂતમ્ - ભૂતકાળમાં થયેલું
યત્ - જે
ભવ્યમ્ - ભાવિમાં થનારું છે.
ચ - અને
યત્ - જે
અન્નેન - ખાદ્ય પદાર્થોથી
અતિરોહતિ - અત્યારે વૃદ્ધિ પામે છે.
ઇદમ્ - આ
સર્વમ્ - સર્વ જગત
પુરુષઃ એવ - પરમાત્મા જ છે.
ઉત - અને
અમૃતત્વસ્ય - અમૃતસ્વરૂપ પરમપદ કે મોક્ષના
ઇશાનઃ - સ્વામી છે.    

ભાવાર્થઃ

પરમાત્મા પરમપદ, મોક્ષ અથવા અમૃતપદના સ્વામી છે એટલે એમના શરણ, સ્મરણ-મનન, નિદિધ્યાસન અને અનુગ્રહ વિના કોઇને પણ પરમપદ, મોક્ષ, પૂર્ણતા અથવા અમૃતપદની પ્રાપ્તિ નથી થઇ શકતી. સુખશાંતિને ઇચ્છનારા માનવે એમનો સંબંધ બાંધવો જ જોઇએ. ભૂતકાળમાં જે હતું, વર્તમાનકાળમાં જે છે, અને ભવિષ્યકાળમાં જે થશે તે બધું - સમસ્ત જગત પરમાત્મારૂપ જ છે. એમના મંગલમય મહિમાને પ્રકટ કરે છે, એવી રીતે એમનું દર્શન કરવું જોઇએ.